હાજી કાસમ તારી વીજળી વેરણ થઈ

સવાસો વર્ષ અગાઉ માંડવી બંદરેથી ૭૪૬ માણસોને લઈને ઊપડેલું 'વીજળી' નામનું સુંદર જહાજ મુંબઈ પહોંચે તે પહેલાં જ ભયાનક દરિયાઈ તોફાનનો ભોગ બની રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું. 'વીજળી' કઈ રીતે તૂટી તે નહીં, પણ આજ સુધી તેના અવશેષનો એક અંશ સુધ્ધાં કેમ મળ્યો નથી તે ખરું રહસ્ય છે.   બરાબર સવાસો વર્ષ પહેલાં એક ઘટના બની હતી. પાક્કી... Continue Reading →

વાત એક સવાલની… – મહેશ યાજ્ઞિક

ગઈ કાલે રવિવાર હતો એટલે અનિકેતની મદદ લઈને સુનંદાએ લગભગ પોણા ભાગનું ઘર વ્યવસ્થિત ગોઠવી દીધું હતું. દરેક પુરુષની જેમ અનિકેતમાં આ બાબતની સૂઝ થોડી ઓછી હતી છતાં ગઈકાલે આખો દિવસ એ ઘેર હતો એટલે થોડી મદદ કરી. આમ તો રવિવારે અખબારો-ટીવી અને બપોરે જમ્યા પછી ઊંઘી જવું. મદ્રાસમાં એની રવિવારની જે પ્રવૃત્તિઓ હતી એ... Continue Reading →

સાંબેલું, સૂપડું અને સૂંડલા – ભગીરથ બ્રહ્મભટ્ટ

[ ‘કુમાર’ સામાયિકમાંથી સાભાર ] આજે તો પ્લાસ્ટિકનાં, સ્ટીલનાં, ઍલ્યુમિનિયમનાં વાસણો બજારમાં આવી ગયાં છે એટલે સૂંડલાનું ચલણ ઓછું થઈ રહ્યું છે. ગ્રાઈન્ડર અને હૅન્ડમિક્સીના વપરાશે સાંબેલું ભુલાવી દીધું છે અને સૂપડાનો ઉપયોગ પણ ઘણુંખરું રહ્યો નથી, પણ આ ત્રણેય સાધનોથી ઘર ત્યારે જીવતું જણાતું. એ ત્રણેયથી કૃષિપરિવાર બંધાયેલો. ખાંડણિયો પણ ક્યાં રહ્યો છે ?... Continue Reading →

” વાલીમામદ આરબ ” – ઝવેરચંદભાઈ મેઘાણી

સૌરાષ્ટ્ર રસધાર " વાલીમામદ આરબ " - ઝવેરચંદભાઈ મેઘાણી "જમાદાર સા'બ, ચલો રોટી ખાવા." "નહિ, હમ ખાયા." "ચલો ચલો, જે બટકું ભાવે તે, મેરા ગળાથ (સોગંદ)" ત્રણ ગમને ત્રિભેટે, આછે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી. એ વાવને માથે માના ખોળા જેવી ઘટા પાથરીને એક જૂનો વડલો ઊભો હતો. એક દિવસ ઉનાળાને બપોરે એ હરિયાળા... Continue Reading →

અપરાધ – જયંતિ દલાલ

મોરબીના શાહ સોદાગર ચાંપશીભાઈ ગડાએ બાપદાદાના ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે ભુજમાં રહેતા એમનાં સગાવહાલાં, મિત્રો તેમજ શુભેચ્છકોએ ઉમળકાથી આવકાર્યા. 1979માં મોરબીના મચ્છુડેમમાં પૂર આવવાથી પોતાનું સર્વસ્વ હોમાઈ ગયું હોવાથી ચાંપશીભાઈ કુટુંબકબીલા સાથે ભુજમાં નસીબ અજમાવવા આવ્યા હતા. કોઈને એમના આગમનની ખબર ન્હોતી પડવા દીધી. ચાંપશીભાઈ ભુજની શાળામાં ભણ્યા હતા તો કૉલેજનું શિક્ષણ મોરબીમાં લીધું હતું.... Continue Reading →

રહસ્યકથા

અનુક્રમણિકા પ્રકરણ-૧ લિફ્ટમાં ખૂન પ્રકરણ-૨ સિગારેટનો ટુકડો પ્રકરણ-૩ સ્પેશિયલ ટિપ પ્રકરણ-૪ સ્કાય બ્લ્યુ કલરની બાલ્કનીવાળો ફ્લેટ પ્રકરણ-૫ હત્યાનો ખોટો સમય પ્રકરણ-૬ ગોધાણીની અકળામણ પ્રકરણ-૭ પોલીસ પ્રોટેક્શન પ્રકરણ-૮ પડછાયો પ્રકરણ-૯ વેશ-પલટો પ્રકરણ-૧૦ ત્રીજી વ્યક્તિ પ્રકરણ-૧૧ યક્ષપ્રશ્ન- ઑફિસમાં કોણ? પ્રકરણ -૧ર ઑફિસમાં હલચલ ! પ્રકરણ-૧૩  હૅન્ડબૅગ પ્રકરણ-૧૪ કાચનો ટુકડો પ્રકરણ-૧૫ બે જણ ગુમ ! પ્રકરણ-૧૬ કૉલ ડિટેઇલ્સ... Continue Reading →

બલીદાન – સૌરાષ્ટ્રની શૌર્યકથા

સૌરાષ્ટ્ર રસધાર " બલીદાન " - સૌરાષ્ટ્રની શૌર્યકથા ઉપરકોટનો દરવાજો વટીને એક આદમી હાથમાં ઘોડીની ‘સરક’ પકડીને એકાદ પળ ઊભો રહ્યો. પછી ચિત્તો છલાંગ ભરે એવી છલાંગ ભરીને ઘોડી પર અસવાર થયો. " જે દ્વારકાધીશ " ઘોડેસવારે ઘોડીની લગામ સતાણ કરી અને એ સાથે, ઘોડીએ જૂનાગઢની પથરાળ બજારમાં ડાબા દીધા અને એ જ વેળા એની... Continue Reading →

વાર્તા – અસ્તિત્વની ખોજ

'હું માતા બનવા સક્ષમ નહોતી તેથી અમે બાળક ખોળે લેવાનો  નિર્ધાર કર્યો હતો. અને ઈશ્વરે જાણે કે તને અમારા માટે જ સર્જી હતી. અમે તને ખોળે લીધી ત્યારે તું માંડ એક વર્ષની હતી. ત્યાં તને બધા અદિતિ કહીને બોલાવતાં. અને અમે ક્યારેય તારું નામ બદલવાનો પ્રયાસ નહોતો કર્યો.' એરિકાએ પુત્રી સમક્ષ સઘળી હકીકત એવી રીતે... Continue Reading →

કમ્પ્યૂટર સાક્ષરતા અભિયાન – મૃગેશ શાહ

(૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ મૃગેશભાઈએ લખેલો એક હાસ્યલેખ.) ઑફિસ જવામાં ટાઈમ હોય તો પણ ઉતાવળિયો મારો સ્વભાવ. દૂધ ને બિસ્કીટ ખાતાં-ખાતાં કાયમ દૂધ ઉતાવળમાં વહેલું પીવાઈ જાય અથવા કાં તો બિસ્કીટ વહેલા ચવાઈ જાય. બંનેનો કદી સંગાથ થાય જ નહીં. નાહતાં-નાહતાં મોઢે સાબુ લગાડયા પછી ટબલર ક્યાં ખોવાઈ જાય કે જડે જ નહીં. ટબલર જડે... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: